જામનગરમાં લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતા લોકોને ઠંડીમાંથી આંશિક રાહત મળી છે. આમ છતાં મોડીસાંજે અને સવારે પવનથી લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યાં છે.
જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રુમના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી, મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 59 ટકા તથા પવનની ગતિ 8.2 કિ.મી. પ્રતિ કલાક જોવા મળી હતી. ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો 5 ડિગ્રીથી વધુ ઉંચકાતા શહેરીજનોને ઠંડીમાં ઘટાડાથી થોડી રાહત મળી હતી. ગત સોમવારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયા બાદ તેમાં વધારો થતાં આજે 19.8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.
શિયાળાની જમાવટ થતાં ગામડાંઓમાં પણ ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થતી જાય છે. ઠંડીના આગમનથી કાવો, ચા-કોફી જેવા ગરમ પીણાનું માગનું પ્રમાણ પણ વધતું જઇ રહ્યું છે. આગામી દિવસોમાં વધુ કડકડતી ઠંડી પડવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
છેલ્લા પાંચ દિવસનું તાપમાન
તારીખ લઘુતમ તાપમાન
1 14.5 ડિગ્રી
2. 14.0 ડિગ્રી
3. 17.0 ડિગ્રી
4. 19.0 ડિગ્રી
5. 19.8 ડિગ્રી