Friday, October 18, 2024
Homeરાજ્યVideo : દ્વારકામાં ઓઇલ ડ્રિલિંગ શિપના કર્મચારીઓને કાઢવા માટે કોસ્ટગાર્ડનું રેસ્કયૂ

Video : દ્વારકામાં ઓઇલ ડ્રિલિંગ શિપના કર્મચારીઓને કાઢવા માટે કોસ્ટગાર્ડનું રેસ્કયૂ

50 કર્મચારીઓને હેલીકોપ્ટર દ્વારા રેસ્કયૂ : ઓખામાં ખસેડવા કાર્યવાહી

- Advertisement -

ગુજરાત તરફ આવી રહેલા અત્યંત ભયંકર ચક્રવાત ‘બિપરજોય’ નજીક આવવાના પગલે અત્યંત ખરબચડી દરિયાઈ પરિસ્થિતિ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે દ્વારકાથી 25 માઈલ દૂર ખુલ્લા સમુદ્રામાં આવેલી રીંગ ઓઇલ ડ્રિલિંગ શિપ ‘કી સિંગાપોર’માંથી 50 કર્મચરીઓને બહાર કાઢવા માટે ભારતયી કોસ્ટ ગાર્ડ દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું.

- Advertisement -

આઈસીજી એ બચાવ કામગીરી માટે તેના એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર એમ.કે. 3 ને સેવામાં મૂકયું છે અને કર્મચારીઓને ઓખા ખસેડવામાં આવ્યા હતાં. આ દરમિયાન ભારતીય તટરક્ષક દળના તમામ એકમો જરૂરિયાત મુજબ સહાય આપવા માટે હાઈએલર્ટ પર હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular