Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણીઓ યોજવાને લઇને સીએમ રૂપાણીનું મોટું નિવેદન

ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણીઓ યોજવાને લઇને સીએમ રૂપાણીનું મોટું નિવેદન

- Advertisement -

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ વહેલી યોજાશે તેવી અટકળો ચાલી રહી હતી તેને આજે પૂર્ણવિરામ લાગ્યું છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે ખુલ્લાસો કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં સમયસર જ ચૂંટણીઓ યોજવામાં આવશે. યુપીની ચૂંટણી સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાના જે સમાચાર વહેતા થયા છે વાત ખોટી છે.

- Advertisement -

ફેબ્રુઆરી-માર્ચ 2022માં પાંચ રાજ્યો જેમાં ઉત્તરપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ,પંજાબ અને મણીપુરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. અને ત્યારબાદ નવેમ્બર-ડીસેમ્બર મહિનામાં  ગુજરાત વિધાનસભાની મુદ્દત પૂરી થઇ રહી હોવાથી વહેલી ચૂંટણીઓ યોજવામાં આવશે તેવી અટકળો વચ્ચે સીએમ રૂપાણીએ કહ્યું છે કે રાજ્યમાં નિયત સમયે સમયસર જ ચૂંટણી યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular