ભારતમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. અને નિષ્ણાંતોનું એવું પણ કહેવું છે કે ઓમીક્રોનના પરિણામે જ દેશમાં ફેબ્રુઆરી મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. ગુજરાતમાં પણ ઓમીક્રોનનું સંક્રમણ વધ્યું છે. અત્યાર સુધી 23 કેસ સામે આવ્યા છે. કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠક બોલાવી હતી. જેમાં કોરોનાની સ્થિતિને પહોચી વળવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
આજે રોજ આરોગ્ય સચીવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં વેક્સીનેશનની કામગીરીમાં 1 ડોઝની 95% જયારે બન્ને ડોઝની 85% કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. દરરોજ 70 હજાર જેટલું ટેસ્ટીંગ કરવામાં આવે છે. ગઈકાલે રાજ્યમાં 75હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.ઓમીક્રોન અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધી 23 કેસ નોંધાઈ ચુક્યા છે. અને પરિસ્થિતિને કાબુમાં લેવા માટે વિદેશથી આવનારાનું ટ્રેકિંગ અને ટેસ્ટીંગ કરવામાં અવી રહ્યું છે. કેન્દ્રની સૂચનાઓનું કડક રીતે પાલન કરવામાં આવી રહ્યું છે. 1 દર્દી પાછળ 60 લોકોનું કોન્ટેકટ ટ્રેસિંગ કરવામાં આવે છે. શાળાઓમાં કોરોનાના જે કેસ આવી રહ્યા છે તેના પર તંત્રની નજર છે. ઓમીક્રોનના 23 પૈકી હાલ 19 દર્દી સારવાર હેઠળ છે.
આરોગ્ય સચિવે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 27 ડિસેમ્બરે રસીના બીજા ડોઝ માટે ઝુંબેશ ચલાવવામાં આવશે. 31 લાખ લોકો હજુ પણ રસીકરણ મુદ્દે ઉદાસીન છે. બાકી રહેલા લોકોને રસીઓ બીજો ડોઝ આપવામાં આવશે.