સરકારના સ્વચ્છ ભારત અભિયાન અને સ્વચ્છતા હી સેવા અંતર્ગત જામનગર શહેરના સીટી એ, બી અને સી યુનિટના હોમગાર્ડઝ જવાનો દ્વારા તા. 5ના રોજ સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે.
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સ્વચ્છતા અભિયાન ઝુંબેશ અંતર્ગત જામનગર જિલ્લા હોમગાર્ડઝ દળના કમાન્ડન્ટ અને નાયબ પોલીસ અધિક્ષક (મુ.મ.) મહેન્દ્રસિંહ સોલંકીના વડપણ હેઠળ અને જિલ્લાના સ્ટાફ ઓફિસર લીગલ ગિરીશ સરવૈયાના માર્ગદર્શન મુજબ જામનગર શહેર યુનિટના ઓફિસર કમા. તથા અન્ય તમામ અધિકારીઓની અને જિલ્લા કચેરીના વહીવટી સ્ટાફની જહેમતથી શહેર યુનિટ અ, ઇ અને ઈ ના હોમગાર્ડઝ જવાનો દ્વારા તા. 5-11-2023ને રવિવારના રોજ સવારે જામનગરના એસટી બસ સ્ટેશન ખાતે એસ.ટી.ના અધિકારીઓની ઉપસ્થિતિમાં અને એમ. પી. શાહ કોમર્સ કોલેજ., સીટી યુનિટની કચેરીઓ અને તેની આસપાસના વિસ્તારોમાં તથા જિલ્લા કચેરી અને તેની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે જેના માટે જામનગર મહાનગર પાલિકા તરફથી સ્વચ્છતાના સાધનોનો સહયોગ પ્રાપ્ત થયા છે.