વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્વચ્છ ભારત અભિયાન થકી સમગ્ર દેશ સ્વચ્છતાને જીવનશૈલી અને સમાજ જીવનનું અભિન્ન અંગ બનાવી ચૂકયો છે.
સમગ્ર રાજ્યમાં પરિવહનની ધોરીનસ સમાન એસ.ટી. બસમાં પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત્તિ આવે એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં રાજ્યના દરેક એસ.ટી. ડેપો ખાતે રાજ્ય વ્યાપી શુભયાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમમાં જામજોધપુર એસ.ટી.ડેપો ખાતેથી જોડાઈને શ્રમદાન કરાયું અને ઉપસ્થિત સૌને વધુ સ્વચ્છ અને આદર્શ પરિવહન માધ્યમ બનાવવા આહવાન કર્યુ હતું. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી ચિમનભાઈ સાપરીયા, જી.પં. પ્રમુખ મયબેન ગરચર, તા.પં. પ્રમુખ જસુબેન રાઠોડ, તાલુકા ભાજપા પ્રમુખ જે.ટી. ડોડિયા, તા.પં. ઉપપ્રમુખ દેવાભાઇ પરમાર, શહેર ભાજપા પ્રમુખ જયેશભાઈ ભાલોડિયા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.