Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરવાહન ચલાવવાના મામલે જયંતી સોસાયટી નજીક ઝપાઝપી

વાહન ચલાવવાના મામલે જયંતી સોસાયટી નજીક ઝપાઝપી

મોટરકારચાલક અને બાઈકચાલક વચ્ચે મારામારીની સામસામી ફરિયાદ : મોબાઇલ, સ્માર્ટવોચ અને ચાંદીનો ઓમ તોડી નાખ્યો

- Advertisement -

જામનગર શહેરમાં જયંત સોસાયટી પાસે વાહન ચલાવવાના મુદે મોટરકારચાલક અને બાઇકચાલક વચ્ચે ઝપાઝપી અને બોલાચાલી થઈ હતી જેમાં મોબાઇલ, ચાંદીનો ઓમ અને સ્માર્ટ વોચ તૂટી ગયાની તથા મારામારીની સામસામી ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

જામનગર શહેરના શક્તિપાર્ક વિનાયક સોસાયટી શેરી નંબર 1 માં રહેતાં હેમંતગીરી વિજયગીરી ગોસ્વામી નામનો યુવક ગત તા.5 ના રોજ પોતાનું જીજે-10-ડીકયુ-7890 નંબરનું મોટરસાઈકલ લઇને જી જી હોસ્પિટલ ખાતે તેની નોકરી પર જતો હતો તે દરમિયાન જયંત સોસાયટી પાસે પહોંચતા સ્વીફટ ડીઝાયર મોટરકાર નંબર જીજે-10-ટીએકસ-1312 નંબરના ચાલકે તેની કાર મોટરસાઈકલચાલક પાસે આવી જેથી ફરિયાદીએ જોઇને ગાડી ચલાવવાનુંં કહેતાં તેથી કારચાલકે નીચે ઉતરી બોલાચાલી કરી અને અપશબ્દો કહી હાથ પકડી બે આંગળી બેવડી વાડી દીધી હતી અને ગર્દનના ભાગે માર માર્યો હતો. તેમજ ફરિયાદીએ ગળામાં પહેરેલ ચાંદીનો ઓમ તોડી નાખી આંગળીમાં ફેકચર જેવી ઈજા પહોંચાડી હતી આ અંગે હેમલગીરી દ્વારા સિટી બી ડીવીઝન પોલીસમાં સ્વીફટ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.

રામેશ્વરનગર વિનાયક પાર્કમાં મધુવન રેસીડેન્સીમાં રહેતાં રૂપેશ વ્રજલાલ તન્ના પોતાની મારુતિ ડીઝાઈર કાર નંબર જીજે-10-ટીએકસ-1312 લઇને જઈ રહ્યા હતાં ત્યારે રામ મંદિર ગોલાઇ પર પહોંચતા ખૂણા પાસે ઓટો રીક્ષા ઉભી હોય જેથી આ ઓટોરીક્ષાની બાજુમાંથી મોટરકાર કાઢવા જતા સામેથી જીજે-10-ડીકયુ-7890 નંબરનો મોટરસાઈકલ ચાલક આવ્યો હતો અને ફરિયાદીએ પોતાની કાર બ્રેક મારી ઉભી રાખતા મોટરસાઈકલચાલકે ઉશ્કેરાઈ જઇને ફરિયાદીને અપશબ્દો બોલવા લાગ્યો હતો. આથી ફરિયાદી મોટરકારમાંથી નીચે ઉતરીને કહ્યું હતું કે, ભાઈ તમને કોઇ જાતનો પ્રોબ્લેમ હોય તો કહો અને મારી કાર તમારી મોટરસાઈકલ સાથે ભટકાયેલ નથી તો કેમ મને ભુંડી ગાળો બોલો છો? તેમ કહી ફરિયાદી તેનેે સોરી બોલી ફરી કારમાં બેસવા જતાં હતાં ત્યારે બાઈકચાલકે તેનો કાઠલો પકડી ઝપાઝપી કરી ટીશર્ટ ફાડી નાખ્યું હતું અને મોબાઇલ ફોન તથા સ્માર્ટ વોચ પણ તોડી નાખી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી ફરિયાદી રૂપેશભાઇએ બાઈકચાલક વિરૂધ્ધ સિટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -

પોલીસ દ્વારા બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધવી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular