જામનગર શહેરમાં સિધ્ધનાથ સોસાયટી પાસેથી જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા બે શખ્સોને સિટી એ પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં સિધ્ધનાથ સોસાયટી ગાયના વાડા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની સિટી એ ના હેકો રવિરાજસિંહ જાડેજા તથા પો.કો. વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક વરુણ વસાવા તથા પીઆઈ એમ.બી. ગજજરના માર્ગદર્શન હેઠળ સિટી એ ના પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, રવિન્દ્રસિંહ પરમાર, મહિપાલસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, મહેન્દ્રભાઈ પરમાર, ખોડુભા જાડેજા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, રવિન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન યુનુસ ત્ સમા તથા ઇકબાલ દાઉદ સૂર્યા નામના બે શખ્સોને રૂા.16100 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.