જામનગર શહેરમાં હરિયા સ્કૂલ પાસે મકવાણા સોસાયટીમાં શખ્સ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન રૂા.52,400 ની રોકડ, મોબાઇલ અને મોટરસાઈકલ મળી કુલ રૂા.2,27,400 ના મુદ્દામાલ સાથે નવ બહેનો સહિત 11 શખ્સોને ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં હરિયા સ્કૂલ પાસે મકવાણા સોસાયટીમાં કિરીટ બાબભાઈ ડોબરિયા નામનો શખ્સ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જૂગાર રમાડતો હોવાની પો.કો. મહેન્દ્રસિંહ જાડેજા તથા વિપુલ સોનગરાને મળેલી બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાની સૂચનાથી પીઆઇ કે.એલ. ગાધેના માર્ગદર્શન મુજબ સિટી સી ડીવીઝન પોલીસના પો.સબ. ઈન્સ. આર.ડી. ગોહિલ, હેકો ફૈઝલ ચાવડા, હેકો જાવેદ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનગરા, હિતેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ કાનાણી, ખીમશીભાઈ ડાંગર, રવિભાઈ શર્મા તથા વુમન પો.કો. વર્ષાબેન સોલંકી સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન કિરીટ બાબભાઈ ડોબરિયા, રાહુલ રમેશ અજુડિયા અને નવ મહિલાઓને ગંજીપતાનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.52,400 ની રોકડ, રૂા.75 હજારની કિંમતના આઠ મોબાઇલ, રૂા.1 લાખની કિંમતના બે મોટરસાઈકલ મળી કુલ રૂા.2,27,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.