જામનગરમાં ગત તા.1-1-2023 ના ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને જામનગર સિટી સી ડીવીઝન પોલીસે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ગત તા.1-1-23 ના એક શખ્સે ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યુ હોવાનો જામનગર પોલીસ કંટ્રોલમાં ફોન આવ્યો હતો. જેના આધારે જિલ્લા કંટ્રોલ રૂમ ઈન્ચાર્જ દ્વારા આ અંગે સિટી સી ના પીઆઈ પી.એલ. વાઘેલાને જાણ કરાતા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક વી.ડી.વસાવાના માર્ગદર્શન હેઠળ સિટી સી પોલીસ ટીમ દ્વારા ભોગ બનનારના પિતાની અપહરણ, દુષ્કર્મ તથા પોકસોની વિવિધ કલમ હેઠળ ફરિયાદ લેવામાં આવી હતી.
જેના આધારે સિટી સી ડિવિઝનના પીઆઇ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ વી.એ.પરમાર, કે.આર.સિસોદિયા, એએસઆઈ આર.એમ.કનોજીયા, હેકો ફેઝલભાઈ મામદભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ ફતેસિંહ જાડેજા, મગનભાઇ ચંદ્રપાલ, મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા, પોકો મહેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા, વિપુલભાઈ જગદીશભાઇ સોનાગરા, ખીમશીભાઈ ડાંગર, હરદીપભાઈ વસંતભાઈ બારડ, યુવરાજસિંહ ભરતસિંહ જાડેજા, સંદિપભાઈ જરૂ સહિતના સ્ટાફ દ્વારા સર્જન ઉર્ફે સાજન જંગબહાદુર વિશ્ર્વકર્મા નામના નેપાળી શખ્સની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી હતી. આરોપી દ્વારા ચાર વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે ફરિયાદીના મકાનેથી અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચર્યુ હતું. આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય તે માટે પોલીસ અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવી આ કેસના પુરાવા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.