Tuesday, December 16, 2025
Homeરાજ્યજામનગરસિટી સી ડિવિઝનના બે પોલીસકર્મી સસ્પેન્ડ

સિટી સી ડિવિઝનના બે પોલીસકર્મી સસ્પેન્ડ

હોટલના વાયરલ વીડિયો પ્રકરણના પડઘા: જિલ્લા પોલીસવડા દ્વારા લેવાયેલા કડક પગલાંથી પોલીસબેડામાં ફફડાટ

જામનગર શહેરના સિટી સી પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓનો હોટલમાં વાયરલ થયેલા વીડિયો પ્રકરણમાં જિલ્લા પોલીસવડાએ બન્ને પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરની એક હોટલમાં બે પોલીસ કર્મચારીઓ દ્વારા તોડ કરાતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ આ પ્રકરણમાં જિલ્લા પોલીસવડા દિપન ભદ્રન દ્વારા આ મામલે કડક પગલાં લેવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસના અંતે સિટી સી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઓસમાણ અને ઋષિરાજ નામના બે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કરાતા પોલીસબેડામાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તેમજ અગાઉ પણ આ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સહિતના બે કર્મચારીઓને એક પ્રકરણમાં સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular