ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ અંતર્ગત હાલ આખરી માસ એટલે કે માર્ચ-ર૦૨૩નાં છેલ્લા દિવસો બાકી હોય તેમજ ૧૦૦% વ્યાજમાફી યોજના પૂર્ણ થવામાં છેલ્લા દિવસો બાકી હોય, શહેરના કરદાતાઓ પોતાનો વેરો ભરપાઇ કરવામાં સુવિઘા રહે તે માટે શાખાનાં નિયંત્રણ હેઠળનાં મુખ્ય કેશ કલેકશન વિભાગ, ત્રણેય (સરૂ સેકશન/રણજીતનગર/ગુલાબનગર) સેન્ટરો, મિલ્કત વેરા શાખાનો ઓફિસ સ્ટાફ આવતીકાલે વ્યાજમાંફી યોજનાનો અંતિમ દિવસ હોય તો મોડી રાત્રી સુધી શહેરીજનો માટે તમામ કેસ કલેક્શન સેન્ટર ચાલુ રાખવામાં આવશે, જેની શહેરનાં તમામ કરદાતાઓએ નોંઘ લેવી તેમ જામનગર મહાનગરપાલિકાનાં હાઉસટેકસ શાખાની યાદી જણાવે છે