Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં મહત્તમ તાપમાન 37.9 ડિગ્રીથી શહેરીજનો અકળાઇ ઉઠયા

જામનગરમાં મહત્તમ તાપમાન 37.9 ડિગ્રીથી શહેરીજનો અકળાઇ ઉઠયા

હોળી પૂર્વે જ આકરા તાપથી લોકો પરેશાન : ઠંડા-પીણાની માંગ વધી

જામનગરમાં હોળીનું પર્વ નજીક આવી ગયું છે. એવામાં હોળી પૂર્વે જ મહતમ તાપમાન 37.9 ડિગ્રી સુધી પહોંચી જતાં શહેરીજનો અકળાઇ ઉઠયા છે. બપોરના સમયે આકરા તાપને કારણે શહેરીજનો ત્રસ્ત થયા છે અને સાંજના સમયે તેમજ રાત્રિના થોડી ઘણી ઠંડીનો અહેસાસ હોય મિશ્ર ઋતુને પરિણામે વાયરલ રોગચાળના કેસો વધી ગયા છે.

- Advertisement -

જામનગરમાં હોળી પૂર્વે જ ઉનાળાનો માહોલ જામતો જઇ રહ્યો છે. મહતમ તાપમાનનો પારો 37 ડિગ્રી સુધી પહોંચી જતાં શહેરીજનો આકરી ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠયા છે. જામનગર શહેરમાં લોકો આકરા તાપનો અનુભવ કરી રહયા છે. કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર મહતમ તાપમાન 37.9 ડિગ્રી લઘુતમ તાપમાન 20.6 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 55 ટકા તથા પવનની ગતિ 6.2 કિલોમીટરની નોંધાઇ હતી. મહતમ તાપમાન 37.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20.6 ડિગ્રીને પરિણામે હજુ પણ શહેરીજનો મિશ્ર ઋતુનો સામનો કરી રહયા છે. મિશ્ર ઋતુને પરિણામે શરદી, ઉધરસ, તાવ જેવા વાયરલ રોગચાળાના કેસો વધી રહયા છે. બેવડી ઋતુને પરિણામે મચ્યછરોનો ત્રાસ પણ વધતો જઇ રહયો છે.

જામનગરમાં વધતાં તાપમાનને પગલે શહેરીજનો ગરમીથી અકળાઇ ઉઠતાં એ.સી. પંખા ચાલુ થઇ ચૂકયા છે. તેમજ ઠંડા પીણાની માંગ પણ વધતી જઇ રહી છે. શહેરમાં શેરડીનો રસ, લીંબુ સરબત, છાશ, સોડા જેવા પીણાનો લોકો સહારો લઇ રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular