Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરVideo : શહેરમાં રખડતા ઢોરે વધુ એક મહિલાને હડફેટે લીધા

Video : શહેરમાં રખડતા ઢોરે વધુ એક મહિલાને હડફેટે લીધા

- Advertisement -

જામનગર શહેરમાં વર્ષો જુની રખડતાં ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત થયા છે. જામનગર મહાનગરપાલિકાની લાપરવાહીને પરિણામે અવાર-નવાર શહેરના નાગરિકો રખડતાં ઢોરની હડફેટે ચડે છે. તાજેતરમાં કિસાન ચોક નજીક ફરી એક વખત રખડતા ઢોરે મહિલાને હડફેટ લેતાં ઇજા પહોંચી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાનું તંત્ર રખડતા ઢોરની સમસ્યા ઉકેલવામાં વામણું પુરવાર થયું છે. શહેરનો એકપણ માર્ગ એવો નહીં હોય કે, જ્યાં રખડતા ઢોર જોવા ન મળે શહેરમાં ઠેક-ઠેકાણે માર્ગો પર રખડતા ઢોરો અડીંગો જમાવીને બેઠા હોય છે. જેના કારણે અવાર-નવાર અકસ્તો સર્જાતા રહે છે. તેમજ આખલા યુધ્ધને પરિણામે અનેક નાગરિકો હડફેટે ચડે છે. ગઇકાલે રાત્રે કિસાનચોક નજીક રાધે-કૃષ્ણ મંદિર પાસે સુનિતાબેન ભૂપતભાઇ વાઘેલા નામના મહિલાને રખડતા ઢોરે હડફેટે લેતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -

આમ, જામનગરના નાગરિકો અવાર-નવાર રખડતાં ઢોરનો ભોગ બને છે. આમ છતાં જામનગર મહાનગરપાલિકાનું તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય, તેવું જોવા મળી રહ્યું છે. તંત્રની બેદરકારીનો નાગરિકો ભોગ બની રહ્યાં છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular