Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરવિવારની રજા માંણવા શહેરીજનો ઉમટ્યા રણજીતસાગર

રવિવારની રજા માંણવા શહેરીજનો ઉમટ્યા રણજીતસાગર

પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

- Advertisement -

જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં તાજેતરમાં થયેલા અતિભારે વરસાદને પરિણામે અનેક જળાશયો તથા ડેમો ઓવરફલો થયા હતા. જામનગર શહેર તથા જિલ્લામાં થયેલ મેઘમહેરથી જામનગરને પાણી પુરૂ પાડતા અને જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ તથા સસોઇ ડેમ પણ ઓવરફલો થયા હતા.

- Advertisement -

આ ડેમો ઓવરફલો થયા બાદ આજે પ્રથમ રવિવારે શહેરીજનો મોટીસંખ્યામાં રણજીતસાગર ડેમ ખાતે ઉમટી પડ્યા હતા હજુ પણ રણજીતસાગર ડેમ ઓવરફલો થઇ રહ્યો હોય લોકોની સલામતીને ધ્યાને લઇ પોલીસ દ્વારા રણજીતસાગર ડેમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને લોકોને ડેમની નજીક જતાં રોકાયા હતા. આમ છતાં શહેરીજનો જાનના જોખમે ડેમની નજીક પહોંચેલા જોવા મળ્યા હતા. આ ઉપરાંત કોરોના મહામારીની ત્રીજીલહેર દહેશત વચ્ચે કેટલાંક લોકો માસ્ક પર્હેયા વિના પણ ફરતા જોવા મળ્યા હતા. રવિવારની રજા માણવા પહોંચેલા શહેરીજનોની ગંભીર બેદરકારી આફતને આમંત્રણ આપતી હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular