Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત વિસ્તારોમાં ઉભરાતી ગટરથી નગરજનો ત્રસ્ત

ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત વિસ્તારોમાં ઉભરાતી ગટરથી નગરજનો ત્રસ્ત

- Advertisement -

ખંભાળિયા શહેરના પોસ કોમર્શિયલ વિસ્તાર જોધપુર ગેઈટથી નગર ગેઈટ સુધીના માર્ગ પર છેલ્લા ઘણા સમયથી નિયમિત રીતે ગટર છલકાવાના બનાવો સામાન્ય બની ગયા છે. આ માર્ગ પર અનેક મોટી દુકાનો, મેડિકલ સ્ટોર, શોરૂમ વિગેરે આવેલા છે. ત્યારે નગરપાલિકાની દેખીતી બેદરકારી વચ્ચે અહીં કાયમી ઉભરાતી ગટરોથી વાહનચાલકોને તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સવારના પહોરમાં માર્ગ પર ગટરના વહેતા પાણી પર ચાલવા કે વાહનો ચલાવવાના આ કાયમી પ્રશ્ર્નથી આ વિસ્તારમાં અવર-જવર કરતા રાહદારીઓ તથા દુકાનદારોમાં પાલિકા તંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular