Monday, December 15, 2025
Homeરાજ્યગુજરાતકાર્યવાહી ન કરવા બદલ સીઆઈડી ક્રાઈમના પોલીસકર્મીએ રૂા.30 લાખની લાંચ માંગી

કાર્યવાહી ન કરવા બદલ સીઆઈડી ક્રાઈમના પોલીસકર્મીએ રૂા.30 લાખની લાંચ માંગી

એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા

એ.સી.બી. દ્વારા લાંચખોરી સામે વધુ એક અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે. એક જાગૃત નાગરિકની ફરીયાદના આધારે ગોઠવાયેલા ટ્રેપમાં સી.આઈ.ડી. ક્રાઇમ, સી.આઈ. સેલ, ગાંધીનગરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર પેથાભાઇ કરમશીભાઇ પટેલ તથા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઇ બાબુભાઇ દેસાઇને રૂ. 30 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ સી.આઈ.ડી. ક્રાઇમ, ગાંધીનગર ઝોન પો.સ્ટે.ના ગુ.ર.નં. 22/2024ના ગુનાના કામે કોઈ કાર્યવાહી ન કરવા બદલ ફરીયાદી અને તેમના મિત્ર પાસેથી આરોપીઓ દ્વારા રૂ. 30,00,000/-ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરીયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ નોંધાવી હતી.

ફરીયાદના આધારે એ.સી.બી. દ્વારા 15/12/2025ના રોજ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં, સ્વાગત સિટી મોલથી આગળ હરી ગ્રુપની નવી બનતી સાઇટ નજીક જાહેર રોડ પર ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપી વિપુલભાઇ દેસાઇએ ફરીયાદી સાથે રૂબરૂ હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ. 30 લાખની રકમ સ્વીકારી હતી, જ્યારે પોલીસ ઇન્સપેક્ટર પેથાભાઇ પટેલે લાંચ સ્વીકારવામાં સંમતિ આપી બંને આરોપીઓએ પરસ્પર મદદગારી કરી ગુનો આચર્યો હતો.

- Advertisement -

એ.સી.બી.ની ટીમે ટ્રેપ દરમિયાન રૂ. 30,00,000/-ની સંપૂર્ણ લાંચની રકમ રીકવર કરી બંને આરોપીઓને રંગે હાથે ઝડપી લીધા છે. આ સમગ્ર કાર્યવાહી અમદાવાદ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર ડી.એન. પટેલ તથા એ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે સમગ્ર કામગીરીનું સુપરવિઝન ઇન્ચાર્જ મદદનીશ નિયામક ડી.એન. પટેલ, એ.સી.બી. અમદાવાદ એકમ દ્વારા કરવામાં આવ્યું હતું.

લાંચખોરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા સરકારી કર્મચારીઓ સામે કાયદા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને એ.સી.બી. દ્વારા ભવિષ્યમાં પણ આવી ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular