Wednesday, January 8, 2025
Homeરાજ્યચિમનભાઇ શાપરીયાની અવિરત ચાલતી જનસંપર્ક યાત્રા

ચિમનભાઇ શાપરીયાની અવિરત ચાલતી જનસંપર્ક યાત્રા

જામજોધપુરના લાલપુરના ફોટડી, ભોરિયો, કબરકા, શેઢાખાઇ, જોગરા, કૃષ્ણગઢ, વાનાવડ, વસંતપુર ગામે જનસંપર્ક દરમિયાન બેઠકો યોજાઇ : ચિમનભાઇને મળ્યો બહોળો પ્રતિસાદ

- Advertisement -

સમગ્ર ભારતમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે. એક તરફ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં વિધાનસભા 2022 ની ચુંટણીનો ગરમાવો પણ પ્રસરી રહ્યો છે. હવે તો એમ પણ કહી શકાય કે, ફકત ગણતરીના કલાકો જ બાકી છે. ચૂંટણીની તારીખ સાવ નજીક હોય ત્યારે ઉમેદવારો પણ પ્રચાર-પ્રસાર અને પોતાની જીત નિશ્ર્ચિત કરવા માટે આખરી તૈયારીઓ કરી છે. હાલારની વાત કરીએ તો હાલારની સાતેય સીટો પર ઉમેદવારો દિવસ રાત એક કરીને લોકસંપર્ક કરી રહ્યા છે ત્યારે 80 જામજોધપુર બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચિમનભાઈ સાપરિયાની વાત કરીએ તો ચિમનભાઈ એ લોક સંપર્ક માટે ફોટડી ગામે વિજય સંકલ્પ સાથે લોક સંપર્ક કર્યો હતો. દરેક લોકોના હૃદયમાં વસનાર એવા ચિમનભાઈ જન જન સુધી પહોંચીને તેમનો કિંમતી અને પવિત્ર મત કમળને આપીને ભગવો લહેરાવવા માટે અને ગુજરાતમાં ડબલ એંજિનની આ સરકારને લાવવા માટે આહવાન કર્યુ હતું. ભારતીય જનતા પાર્ટીનો એક જ હેતુ છે કે, ગુજરાતમાં વિકાસ લાવવો તેવી જ રીતે ચીમનભાઈ ગુજરાતના આ વિકાસની ગાથાને આગળ વધારતા છેવાડાના માનવી સુધી પહોંચીને તેમના પ્રશ્ર્નોને વાચા આપવા માટે લોકો સાથે મળીને કામ કરવામાં માને છે. લોકો પણ ચીમનભાઈને પૂરો સાથ સહકાર આપીને પૂરા હૃદયથી તેમને આવકારે છે.

- Advertisement -

આ ઉપરાંત ચિમનભાઈએ ભોરિયો ગામે વિજય સંકલ્પ સાથે બેઠક યોજીને લોક સંપર્ક કર્યો હતો આ પ્રસંગે ગામના આગેવાનો અને મહાનુભાવોએ ચિમનભાઈનું સ્વાગત કર્યુ હતું. ચીમનભાઈનો સરળ સ્વભાવ એ લોકોના હૃદયમાં તેમને સ્થાન આપ્યું છે. દરેક લોકોના પ્રશ્ર્નોને સાંભળીને ચિમનભાઈ એ તેની સમસ્યાના નિવારણ માટે પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કર્યો છે અને લોકોની સમસ્યાનું નિવારણ લાવીને જ ઝંપ્યા છે. ત્યારે લોકોએ પણ તેમને ખોબલે ખોબલે આશિર્વાદ આપ્યા છે ગામનું યુવાધન સમાન યુવાનોએ પણ ચિમનભાઈ ને સાથ આપતા કહ્યું છે કે, તમે આગળ વધો અને તમારી સાથે છીએ.

જ્યારે ચિમનભાઇ લાલપુરના કબરકા ગામે જન સંપર્ક માટે પહોંચ્યા ત્યારે લોકો તરફથી તેમને અદભૂત સહકાર મળ્યો. લોકોએ પણ ચિમનભાઈને પોતાના પ્રતિનિધિ તરીકે સ્વીકારી લીધા છે. લોકો પણ એવું ઈચ્છે છે કે, તેઓ જંગી બહુમતિથી જીતીને ભગવો લહેરાવ્યો આ તકે ગામના વડીલોએ તેમને આશિર્વાદ આપ્યા હતાં. જિલ્લાના આગેવાનો અને અધિકારો પણ આ તકે ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

જ્યારે ચિમનભાઇ લાલપુરના શેઢાખાઈ ગામે પહોંચ્યા ત્યારે ત્યાંના લોકો સાથે તેમને બેઠક યોજી અને 100 ટકા મતદાન માટે લોકોને આહવાન કર્યુ હતું. ભારતીય જનતા પાર્ટીએ તેમને ઉમેદવાર જાહેર કરીને તેમને પ્રજાની સેવા માટે પસંદ કર્યા ત્યારે ચીમનભાઈ પણ તેમને મળેલા આ મોકાને સાર્થક કરવા માટે જન-જન સુધી પહોંચીને તેમનો સંપર્ક કર્યો હતો. શેઢાખાઈ ગામના ગ્રામજનો, જિલ્લાના આગેવાનો, મહાનુભાવો, હોદ્ેદારો, કાર્યકર્તાઓ અને વડીલો તેમજ ગામના યુવાનોએ ચિમનભાઈને પુરૂ સમર્થન આપ્યું હતું. લોકોની આશા અને અપેક્ષાઓ પર ખરા ઉતરવાની પુરી તૈયારીઓ ચિમનભાઇ એ બતાવી હતી. વડીલોએ ચિમનભાઈને આશિર્વાદ આપ્યા હતાં અને ગ્રામજનોએ વિવિધ નારાઓ સાથે ચિમનભાઈના ટેકામાં ગામને ગજાવ્યું હતું.

જ્યારે ચિમનભાઈ જોગરા અને કૃષ્ણગઢ ગામે જન સંપર્ક માટે પહોંચ્યા હતાં. ત્યારે ગામ લોકો અને વડીલો એ ચિમનભાઇ સાથે બેઠક યોજીને ગામના પ્રશ્ર્નો અને સમસ્યાઓ વિશે ચર્ચા કરી હતી તેમને પૂરી આશા છે કે, ચિમનભાઈ તેમની દરેક સમસ્યાોઓનું નિવારણ કરશે. જિલ્લાના આગેવાનો અને મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને જાહેર જનતાને સંબોધીને પોતાનો કિંમતે અને પવિત્ર મત કમળને આપીને પોતાને વિજય બનાવવા માટે આહવાન કર્યુ હતું.

- Advertisement -

જ્યારે ચિમનભાઈને લાલપુરના વાનાવડ ગામે જન સંપર્ક દરમિયાન અને જામજોધપુર તાલુકાના વસંતપુર ગામે લોક સંપર્ક દરમિયાન ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો. આ તકે જિલ્લાના આગેવાનોએ અને ગામના મહાનુભાવોએ તેમને આવકારીને તેમના સમર્થન આપ્યું હતું.પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ, બહેનો અને વડીલો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. પોતાનો કિંમતી અને પવિત્ર મત ભારતીય જનતા પાર્ટીને આપી ભવ્ય વિજય અપાવવા ગ્રામજનોને આહવાન કર્યુ હતું. દરેક ગામે પ્રચંડ જન સમર્થન અને લોકોના આશિર્વાદ આપવા બદલ સૌનો હૃદયપૂર્વક ચિમનભાઈ એ આભાર પણ વ્યકત કર્યો હતો.

જામજોધપુર આહિર સમાજના આગેવાન ભાજપ અગ્રણી હરેશભાઇ બારિયાનો ભાજપ તરફી ધૂમ પ્રચાર

જામજોધપુર તાલુકા આહિર સમાજ અગ્રણી તેમજ તાલુકા ભાજપના આગેવાન અને આ વિસ્તારમાં વેપાર ક્ષેત્રમાં મોટું નામ ધરાવતા યુવા સામાજિક અગ્રણી અને મોટી ગોપ જિલ્લા પંચાયત ભાજપના ઇન્ચાર્જ હરેશભાઇ બારિયા ભાજપના લોકલાડીલા ઉમેદવાર ચીમનભાઇ સાપરિયાના સમર્થનમાં લાલપુર, જામજોધપુર વિધાનસભાની બેઠક વિસ્તારમાં ધૂમ પ્રચાર કરી રહયા છે અને જણાવ્યું છે કે, યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ગુજરાતની અવિરત વિકાસયાત્રામાં સહભાગી થવા આહિર સમાજ તેમજ અન્ય સમાજ ભાજપ તરફી વધુમાં વધુ મતદાન કરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ વધુ મજબૂત બનાવે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular