Monday, December 23, 2024
Homeરાજ્યબંગાળના 14 વર્ષીય બાળકને તેમના વાલી સાથે મિલન કરાવતી ચાઈલ્ડ લાઈન

બંગાળના 14 વર્ષીય બાળકને તેમના વાલી સાથે મિલન કરાવતી ચાઈલ્ડ લાઈન

બાળ કલ્યાણ સમિતિ અને 1098 ટીમની પ્રશંસાપાત્ર કામગીરી

- Advertisement -

ઓખા રેલ્વે સ્ટેશન પરથી તાજેતરમાં આરપીએફને મળી આવેલા પશ્ર્ચિમ બંગાળના 14 વર્ષીય બાળક સંદર્ભે ઓખા રેલવે પોલીસ દ્વારા ચાઈલ્ડલાઈન 1098 નો સંપર્ક કરવામાં આવ્યો હતો. બાદમાં ખંભાળિયા રેલવેસ્ટેશન પર ચાઈલ્ડલાઈન 1098 ની ટીમને આ તરૂણનો કબજો સોંપવામાં આવ્યો હતો. જ્યાં તેનું કાઉન્સેલીંગ કરી તેના પિતાનો સંપર્ક કરાયા બાદ તરુણને સી.ડબલ્યુ.સી. બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ચંદ્રશેખર બુધભટ્ટી સમક્ષ રજૂ કરીને તેને તાત્કાલિક ખંભાળિયાના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે રાખવામાં આવ્યો હતો.

- Advertisement -

આ સાથે આપેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડલાઈન દ્વારા બાળકના વાલી સાથે સંપર્કમા રહીને આ તરૂણના વાલીને જરૂરી આધાર પુરાવાની ખરાઇ કરી સીડબલ્યુસી દ્વારા તેના પિતાને સોંપવામાં આવ્યો હતો. આમ કોઈપણ સ્થળે ખોવાયેલા અને મળી આવેલા બાળકો માટે ચાઈલ્ડલાઈન 1098 નંબર ડાયલ કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular