Friday, October 18, 2024
Homeરાજ્યહાલારઉગમણાબારામાં આકાશી વિજળી પડતા બાળકનું મોત, યુવાન ગંભીર

ઉગમણાબારામાં આકાશી વિજળી પડતા બાળકનું મોત, યુવાન ગંભીર

- Advertisement -

ખંભાળિયા પંથકમાં ગઈકાલે રવિવારે ત્રાટકેલા તોફાની વરસાદ વચ્ચે આકાશી વીજ ત્રાટકતા ઉગમણા બારા ગામે ખેતરમાં રહેલા બે પિતરાઈ ભાઈઓ પૈકી બાર વર્ષના એક બાળકનું વીજ ત્રાટકથી મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સાથે રહેલા એક યુવાનને ગંભીર ઇજાઓ થવા પામી હતી.

- Advertisement -

આ કરૂણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગામે રહેતા સુખદેવસિંહ જાડેજાનો 12 વર્ષીય પુત્ર પાર્થરાજસિંહ તથા તેનો પિતરાઈ ભાઈ વિશાલસિંહ વિક્રમસિંહ રાઠોડ (ઉ.વ. 21) નામના મામા – ફોઈના બે ભાઈઓ ગઈકાલે ઉગમણા બારા ગામે તેમની વાડીએ હતા. ત્યારે એકાએક ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. જેથી વરસાદથી બચવા પાર્થરાજસિંહ તથા વિશાલસિંહ એક ઝાડ નીચે પહોંચી ગયા હતા. ત્યારે બપોરના આશરે એકાદ વાગ્યાના સમયે આ ઝાડ પર આકાશી વીજ ત્રાટકી હતી. પાર્થરાજસિંહ પર પડેલી આ વીજળીથી તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલા તેના પિતરાઈ ભાઈ વિશાલસિંહને પણ ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. મૃતક પાર્થરાજસિંહ સાતમું ધોરણ ભણતો હતો અને બે ભાઈ-બહેનમાં તે નાનો હતો. બાર વર્ષના બાળકના અપમૃત્યુના આ બનાવે મૃતકના પરિવારજનો તેમજ ઉગમણા બારા ગામ અને ક્ષત્રિય સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular