Friday, December 27, 2024
Homeરાજ્યજામજોધપુરના સીદસર નજીક ખાડામાં પડી જતાં બાળકનું મોત

જામજોધપુરના સીદસર નજીક ખાડામાં પડી જતાં બાળકનું મોત

અકસ્માતે પાણીમાં ડૂબી ગયો : કોટડા બાવીસીના પ્રૌઢનું બીમારી સબબ મૃત્યુ : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં મજૂરી કામ કરતાં પરિવારનો ચાર વર્ષનો પુત્ર અકસ્માતે પાણીના ખાડામાં પડી જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં રહેતાં પ્રૌઢનું ફેેફસાંની બીમારી સબબ તબિયત લથડતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ પ્રથમ બનાવ, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સંજેલી ગામના વતની અને જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં રહી મજૂરી કામ કરતા મુકેશ હકલાભાઈ ભાભોર નામના યુવાનનો પુત્ર દેવ ભાભોર (ઉ.વ.4) નામનો બાળક મંગળવારે રાત્રિના સમયે ઘર નજીક આવેલા પાણીના ખાડામાં અકસ્માતે પડી જતાં ડૂબી ગયો હતો. ત્યારબાદ બાળકને સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા એએસઆઈ વી.ડી. રાવલિયા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બીજો બનાવ, જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામમાં આવેલા રામાપીરના મંદિરમાં રહેતાં એકમગીરી મહાદેવજીબાપુ ગીરી (ઉ.વ.58) નામના પ્રૌઢને ફેફસાંની બીમારી દરમિયાન મંગળવારે બપોરના સમયે તબિયત લથડતા સારવાર માટે જામનગરની જી. જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણના આધારે એએસઆઈ વી.ડી. રાવલિયા તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular