Friday, September 22, 2023
Homeરાષ્ટ્રીયનીતિ આયોગની બેઠકમાં 7 રાજયોના મુખ્યમંત્રી ગેરહાજર

નીતિ આયોગની બેઠકમાં 7 રાજયોના મુખ્યમંત્રી ગેરહાજર

- Advertisement -

નવીદિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને આજે નીતિ આયોગની બેઠક યોજાઇ હતી. જેમાં મમતા બેનર્જી સહિત 7 રાજયોના મુખ્યમંત્રી ગેરહાજર રહયા હતા. નવા સંસદ ભવનના ઉદઘાટનના વિવાદને લઇને તેમજ કેન્દ્ર તરફથી ફાળવવામાં આવતાં નાણામાં અન્યાય કરવામાં આવતો હોવાની લાગણી સાથે સાત રાજયોના મુખ્યમંત્રીએ નીતિ આયોગની બેઠકનો પણ બહિષ્કાર કર્યો છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ લઇ રહયા છે. આવતીકાલે થનારા નવા સંસદ ભવનના ઉદઘાટન પહેલાં નીતિ આયોગની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં ભાગ લેવા આવેલા મુખ્યમંત્રીએ આવતીકાલે સંસદ ભવનના ઉદઘાટન કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular