ઉત્તરપ્રદેશમાં જો કોઇએ એક ચોકમાં બહેન-દીકરીની છેડતી કરી તો તેને બીજા ચોકમાં ગોળી ખાવી પડશે’ કાનપુરમાં એક સમારોહમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે અપરાધીઓને કડક શબ્દોમાં વોર્નિંગ આપી હતી. યોગીએ જણાવ્યું હતું કે, અપરાધીઓને માફ નહીં કરવામાં આવે. કાનપુરમાં યોજાયેલા પ્રબુધ્ધ સંમેલનમાં બોલતા મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે જણાવ્યું હતું કે યુપીમાં કોઇ બહેન-દીકરીની છેડતી કરવાની હિંમત નહીં કરી શકે. ક ચોક પર કોઇએ બદમાશી કરી તો ઈઈઝટ કેમેરા તેનો ફોટો લઇ લેશે અને બીજા ચોકમાં પોલીસ બદમાશને ઠાર કરી નાખશે. યોગીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ગુંડા-બદમાશોની ખેર નથી. યોગીએ જણાવ્યું હતું કે કાનપુર ભારતના રક્ષા ક્ષેત્રની મજબૂતીનો આધાર બની રહ્યું છે. દેશનું બીજુ સૌથી મોટુ ડિફેન્સ કોરીડોર કાનપુરમાં બની રહ્યું છે. અને તેના માટે 8000 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરાઈ છે. કાનપુરમાં ગંગા સાફ થઇ ગઇ, અહીં સૌથી પ્રદુષિત જળ હતું, એક પણ જળચર જીવ નહોતો બચ્યો હવે ધારામાં જળચર જીવન છે.
યુપીમાં બહેન-દિકરીની છેડતી કરનાર ઠાર થશે
મુખ્યમંત્રી યોગીની ખુલ્લી ચેતવણી


