Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા.01 ઓક્ટોબરના સીદસરની મુલાકાત લેશે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા.01 ઓક્ટોબરના સીદસરની મુલાકાત લેશે

કેબિનેટ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા જામજોધપુર તાલુકાના સીદસર ગામે 'સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમ'માં સહભાગી થશે

- Advertisement -

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે તા.01 ઓક્ટોબરના રોજ જામનગર જિલ્લાના પ્રવાસે છે. મુખ્યમંત્રી આવતીકાલે બપોરે 02:30 કલાકે જામજોધપુર તાલુકાના સીદસર ઉમિયાધામ ખાતે આયોજિત ‘બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવ’માં હાજરી આપશે.

- Advertisement -

તેમજ, કેન્દ્ર સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા આવતીકાલે સવારે 10:00 કલાકે જામજોધપુર તાલુકાના સીદસર મુકામે ‘સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમ’માં સહભાગી થશે, અને સવારે 11:00 કલાકે કામધેનુ ગૌશાળા, સીદસરમાં ‘ગૌ પૂજન કાર્યક્રમ’માં હાજરી આપશે. ત્યારબાદ કેબિનેટ મંત્રી બપોરે 02:30 કલાકે સીદસર ઉમિયાધામ ખાતે આયોજિત બિલ્વપત્ર ત્રિદિવસીય મહોત્સવમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સાથે સહભાગી બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular