દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.24 ફેબ્રુઆરીના રોજ જામનગરની મુલાકાતે છે ત્યારે તેઓને આવકારવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે જામનગર આવી રહ્યા છે. મુખ્યમંત્રી રાત્રે 8:00 કલાકે એરપોર્ટ પધારશે. ત્યાંથી વડાપ્રધાનના સ્વાગત બાદ જામનગરમાં રાત્રી રોકાણ કરશે. તા.25 ફેબ્રુઆરીએ સવારે 6:30 કલાકે તેઓ દ્વારકા જવા રવાના થશે. અને દ્વારકા ખાતે આયોજિત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.