હજુ ગઇકાલે શપથ લેનારા રાજયના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે અતિવૃષ્ટિગ્રસ્ત જામનગર જિલ્લાની મુલાકાતે આવી રહ્યાં છે તેઓ જિલ્લાના કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ જામનગરમાં અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરશે. તેમની આ મુલાકાતમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય હકુભા જાડેજા પણ પણ સાથે જોડાશે.
જામનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા અતિ ભારે વરસાદને કારણે ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે 12-30 કલાકે જામનગર આવી રહ્યા છે. આમ તો તેઓ ગઇકાલે જ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરવાના હતા. પરંતુ ખરાબ હવામાનને કારણે તે શકય નહીં બનતા આજે તેઓ જામનગર આવી રહ્યા છે. જામનગર આવ્યા બાદ તેઓ જિલ્લાના કેટલાક પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ સ્થિતિનો તાગ મેળશવે. ત્યારબાદ જામનગર કલેકટર કચેરીમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાની સ્થિતિ અંગેની સંપૂર્ણ જાણકારી મેળવશે. તેમની સાથે મુખ્ય સચિવ પંકજકુમાર પણ આવી રહ્યા છે. જયારે જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય હકુભા જાડેજા પણ તેમની સાથે જોડાશે. તેમજ બેઠકમાં ઉપસ્થિત રહી સ્થિતિની સમીક્ષા કરશે.
આજે બપોરે પૂરગ્રસ્ત જામનગરની મુલાકાતે આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થિતિની સમીક્ષા કરશે : સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય હકુભા જાડેજા પણ સાથે જોડાશે