મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ગુરુવાર તારીખ પાંચમી ઓક્ટોબર-2023ના દિવસે નાગરિકોને મુલાકાત આપવાનો નિર્ણય કર્યો છે.
સામાન્યતઃ અઠવાડિયાના પ્રથમ બે દિવસે એટલે કે સોમવાર અને મંગળવારે નાગરિકો મુખ્યમંત્રીને કોઈપણ પૂર્વનિર્ધારિત એપોઈન્ટમેન્ટ સિવાય મળી શકતા હોય છે. પરંતુ ઓક્ટોબર-2023ના પ્રથમ સોમવારે તારીખ ૨ ઓક્ટોબરે ગાંધી જયંતિની સરકારી કચેરીઓમાં જાહેર રજા હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ જાહેર રજાને કારણે નાગરિકોને રાબેતા મુજબ મળી શક્યા ન હતાં.
આથી મુખ્યમંત્રીએ તેમને મળવા આવતા નાગરિકોની સુવિધા માટે એવો નિર્ણય કર્યો છે કે ગત સોમવારે બીજી ઓક્ટોબરની જાહેર રજાની અવેજીમાં હવે આગામી ગુરૂવાર પાંચમી ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે તેઓ નાગરિકોને મુલાકાત આપશે.