Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતમુખ્યમંત્રી તેમજ 16 મંત્રીઓએ લીધા શપથ

મુખ્યમંત્રી તેમજ 16 મંત્રીઓએ લીધા શપથ

- Advertisement -

ગુજરાત વિધાનસભામાં ભવ્ય વિજય બાદ આજે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. તેમની સાથે 8 કેબિનેટ કક્ષાના મંત્રી, બે રાજય કક્ષા સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી તથા 6 રાજયકક્ષાના મંત્રી શપથ લીધા હતા.

- Advertisement -

ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત સરકાર બનાવી છે. આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાં કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે કનુભાઇ દેસાઇ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, મુળુભાઇ બેરા, કુબેર ડિંડોર તથા ભાનુબેન બાબરિયાએ શપથ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત હર્ષ સંઘવી તથા જગદીશ પંચાલે રાજયકક્ષા સ્વતંત્ર હવાલો તરીકે શપથ લીધા હતા. તેમજ પરસોત્તમ સોલંકી, બચુભાઇ ખાબડ, મુકેશ પટેલ, પ્રફુલ પાનેસરિયા, ભીખુસિંહ પરમાર તથા કુંવરજી હળપતિએ રાજયકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. આજે સાંજે 6 વાગ્યે કેબિનેટ બેઠક યોજાનાર છે. જેમાં નવા મંત્રીઓની ખાતાની ફાળવણી થશે.

આ શપથવિધી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, યુપીના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય સહિતના ભાજપના વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular