Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજામનગર એરપોર્ટ ઉપર બોમ્બ મૂકાયો હોવાથી ચેકિંગ

જામનગર એરપોર્ટ ઉપર બોમ્બ મૂકાયો હોવાથી ચેકિંગ

બોમ્બ સ્કવોર્ડ સહિતની ટુકડીઓ દ્વારા ચેકિંગ : સમગ્ર ઘટના મોકડ્રિલ જાહેર કરાતા તંત્રએ રાહત અનુભવી

જામનગર એરપોર્ટ ઉપર બોમ્બ મૂકાયો હોવાની જાણ થતાં નાયબ પોલીસ અધિક્ષક સહિતનો કાફલો બોમ્બ સ્કવોડ સાથે એરપોર્ટ દોડી જઇ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટના આખરે મોકડ્રિલ જાહેર કરવામાં આવતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

- Advertisement -

જામનગર એરપોર્ટ ઉપર બોમ્બ હોવાની માહિતી મળતાં નાયબ પોલીસ અધિક્ષક એન.બી. ગોરડિયાની આગેવાની હેઠળ એરપોર્ટ સિકયુરિટી, એલસીબી, એસઓજી, બી.ડી.ડી.એસ. ડોગ સ્કવોર્ડ સહિતનો કાફલો એરપોર્ટ દોડી ગયો હતો અને બોમ્બ સ્કવોડ સહિતની સુરક્ષા ટીમો દ્વારા એરપોર્ટ ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે એરપોર્ટ ઉપર દોડધામ મચી ગઇ હતી. જો કે, અંતે સમગ્ર ઘટનાને મોકડ્રિલ જાહેર કરાઇ હતી.આમ બોમ્બની ઘટના સમયેની સતર્કતાને લઇ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular