અરબી સમુદ્રમાં વાવાઝોડાનો ખતરો હોય, સૌરાષ્ટ્રના તમામ બંદરોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી હોય, જેના અનુસંધાને જામનગરની આસપાસના બંદરો માં પણ વાવાઝોડાનો ખતરો હોય જેને ધ્યાને લઈને જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી, તથા નાયબ કમિશનર ભાવેશભાઈ જાનીની સૂચના અનુસાર જામનગર ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોય દ્વારા ઈમરજન્સી એન્ડ ફાયર સર્વિસને વરસાદી સીઝન પૂર્વે વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને આવનાર તમામ સંકટને પહોંચી વળવા માટે જામનગર ફાયર શાખા ખાતે રેસ્ક્યુ બોટ તથા રેસ્ક્યુના સાધનો સહિતની બાબતોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, રેસ્ક્યુબોટ તેમજ રેસ્ક્યુના સાધનોનું મેન્ટેનન્સ કરી આગામી આફતને પહોંચી વળવા માટે ફાયર શાખાના જવાનોને સુસજ્જ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી ડે. ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડિયનનીની રાહબરી હેઠળ સ્ટેશન ઓફિસર જસ્મીન ભેંસદડિયા, સજુભા જાડેજા, ઉમેશ ગામેતી, જયંતીભાઈ ડામોર, સંદીપ પંડ્યા, ઉપેન્દ્ર સુમ્બડ, કે.કે.મહેતા , રાકેશ ગોકાણી સહિતના સ્ટાફે કરી હતી.