- Advertisement -
સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ તથા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે ખંભાળિયાના વેપારીઓ આ નિયમનું ઉલ્લંઘન કરતા હોય નગરપાલિકા તંત્ર દ્વારા કડક સાથે કામગીરી કરવામાં આવી રહી છે.
ખંભાળિયા નગરપાલિકા સ્ટાફ દ્વારા શહેરમાં આવેલી નવી તથા જૂની માર્કેટમાં પ્લાસ્ટિક અંગે ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કેટલાક શાકભાજીના વિક્રેતાઓ દ્વારા પ્લાસ્ટિકની થેલીમાં શાકભાજી આપવામાં આવતા આવા આસામીઓ પાસેથી પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરી, પ્રત્યેકને રૂપિયા 500-500 નો રોકડદંડ ફટકારવામાં આવ્યો હતો.
શહેરમાં છેલ્લા દિવસોમાં તંત્ર દ્વારા પ્લાસ્ટિક અંગેની ઝુંબેશ કરવામાં આવતા હવે લોકો બજારોમાં પોતાની સાથે કપડાની થેલી લાવતા થયા છે. આ સાથે તમામ નગરજનો પ્લાસ્ટિકનો ઉપયોગ કાયમ માટે ત્યજી અને કપડાની થેલીનો ઉપયોગ કરે તે માટે તંત્ર દ્વારા સમજાવટ સાથે અપીલ કરવામાં આવી છે.
- Advertisement -