જામનગર શહેરના ખંભાળિયા ગેઈટ અને નગરસીમ સબ ડીવીઝનના વિસ્તારોમાં ઘણાં સમય પછી આજે પીજીવીસીએલની 20 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના ખંભાળિયા ગેઈટ અને નગરસીમ સબ ડીવીઝનના સાધના કોલોની રોડ, બાવાવાડ, ગોકુલનગર, રડાર રોડ અને મયુરનગર સહિતના વિસ્તારોમાં આજે સવારથી જ જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ 20 ટીમો દ્વારા 14 એસઆરપી અને 9 એકસ આર્મીમેન તથા 02 વીડિયોગ્રાફરોના બંદોબસ્ત સાથે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજચેકિંગ કામગીરીથી વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જો કે, હાલમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ચેકિંગ કામગીરી શરૂ કરવામાં આવી હતી.