જામનગર અને દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલની ટીમો દ્વારા ચેકિંગ કામગીરી કડક રીતે કરવામાં આવી રહી છે. ગઈકાલે 52 ટીમો દ્વારા ખંભાળિયા તાલુકાના જામનગર શહેરના વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન 108 જોડાણોમાં ગેરરીતિ ઝડપાતા 46.37 લાખના બીલો ફટકાર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર પીજીવીસીએલ અધિક્ષકના નેજા હેઠળ વીજ ચોરી ડામવા માટે સમયાંતરે ચેકિંગ કામગીરી હાથ ધરવામં આવતી હોય છે. અને હાલ પણ આ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ખજુરિયા, કનકપર, પીપળિયા, જુવાનગઢ, સલાયા સહિતના ગ્રામ્ય વિસ્તાર તથા જામનગર શહેરના દરબારગઢ, બેડેશ્ર્વર, કાલાવડ નાકા, ગુલાબનગર, નવાગામ ઘેડ સહિતના વિસ્તારોમાં 52 ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન પીજીવીસીએલની ટીમો દ્વારા કુલ 634 જોડાણો તપાસતા તે પૈકીના 108 જોડાણોમાંથી ગેરરીતિ મળી આવતા પીજીવીસીએલ 46.47 લાખના બીલો ફટકારી વસુલાત કરવા માટેની કાર્યવહી હાથ ધરી હતી.