26મી જાન્યુઆરી તેમજ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાને લઇ જામનગર શહેરમાં જાહેર સ્થળો તેમજ દરિયાકિનારાના વિસ્તારોમાં એસઓજી, બોમ્બ સ્કવોર્ડની ટૂકડીઓ દ્વારા બે દિવસથી સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ તથા બોમ્બ સ્કવોર્ડ સહિતની ટૂકડીઓ દ્વારા રેલવે સ્ટેશન તથા લાખોટા તળાવ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યા બાદ જામનગરના નવા બંદર તથા જૂના બંદર વિસ્તારમાં પણ સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 26મી જાન્યુઆરી અને અયોધ્યામાં રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.