જામનગરની 108 ઈમરજન્સી સર્વિસીસની મુલાકાતે સ્ટેટ હેડ ઓપરેશનસ સતિષ પટેલ 3 જિલ્લાના પ્રવાસે નિકળતા મોરબી જિલ્લાની મુલાકાત બાદ જામનગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતાં. ત્યારે જામનગરની 18 ઈમરજનસીના એમ્પ્લોયની મુલાકાત લઇ તેમનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ જામનગરની 108 ની ટીમે કોરોના સમયમાં અને તહેવારોમાં સમયમાં જે લોકસેવા આપી હતી તેને બીરદાવી હતી.
આ ઉપરાંત શહેરના લોકોને 108 ની સેવાનો લાભ લઇ 108 ડાયલ કરવો તેમજ 108 તરત જ આવીને નજીકની હોસ્પિટલમાં દર્દીને પહોંચાડશે અને લોકોની અમૂલ્ય જિંદગી બચાવવાનો પ્રયાસ કરશે તેવી અપીલ પણ કરી હતી.