જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ રેસ્ટોરન્ટોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સાફ સફાઈ અને સ્વચ્છતા જાળવવા સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્ય પદાર્થને ઢાંકીને રાખવા તેમજ પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ ન કરવા પણ જણાવાયું હતું.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અન્વયે ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સાત રસ્તા વિસ્તારમાં આવેલ જેન્તીભાઈ ઘુઘરાવાળા, કિરીટભાઈ ઘુઘરાવાળા, શ્રીરામ ફાસ્ટફૂડ, ભેરૂનાથ ભેલ સેન્ટર, કેસુભાઈ ગોજિયા, વિશાલ ઘુઘરાવાળા, બાલાજી ફાસ્ટ ફૂડ, એસ.ટી.બાજુમાં શકિત રાજ રેસ્ટોરન્ટ, આશાપુરા નાસતા ભૂવન, મારાજ ગાઠીયાવાળા, આશાપુરા પરોઠા હાઉસ ઉપરાંત એસ.ટી.ની સામે નીલમ ફાસ્ટફૂડ/જ્યુશ, રાજકમલ રેસ્ટોરન્ટ, રોયલ ટેસ્ટ રેસ્ટોરન્ટ, ચટકાઝ ફાસ્ટફૂડ, ફેમેઝ રેસ્ટોરન્ટ, મીગ કોલોનીમાં શારદા રેસ્ટોરન્ટ, હાપામાં સોરઠ મસાલા ગૃહ ઉદ્યોગ, શ્રીજી શીંગ (ગીરીરાજ બ્રાન્ડ), જય બજરંગ કચોરી, ધારેશ્ર્વર ડેરી (મેન્યુફેકચરીંગ યુનિટ), નુરમામદ સોસાયટીમાં પ્રિન્સ બોટલીંગ તથા તળાવની પાળે રવિ ઢોસામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ એસ.ટી. સામે આવેલ કચ્છી સ્નેકસમાં બે કિલો બ્રેડ વાસી જણાતા સ્થળ ઉપર તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત હાપા વિસ્તારમાં આવેલ જેઠવા આઈસ ફેકટરી, શિવમ આઈસ ફેકટરી, ભારત આઈસ ફેકટરી તથા ગુલાબનગરમાં ગણેશ કોલ્ડ સ્ટોરેજમાં ચેકીંગ હાથ ધરાયું હતું અને પાણીમાં સુપર કલોરીનેશન કરવું, સ્વચ્છતા જાળવવી, પાણીના ટાંકાની નિયમિત સફાઈ કરાવવા સહિતની સૂચનાઓ આપી હતી.
તેમજ તળાવની પાળ પાસે સુંદરમ સ્નેકસ રીધ્ધી સિધ્ધી રેસ્ટોરન્ટ, જગદીશ કોલ્ડ્રીંકસ, લખુભાઈ રગડાવાળા, શકિત રસ એન્ડ ફાસ્ટ ફૂટ, જય ભવાની ફાસ્ટફૂડ, ઓશવાળ હોસ્પિટલ સામે કીરીટ હોટલ, રાજ નાસ્તા હાઉસ, હોટલ કૈલાસ, હોટલ ઈમ્પીરિયલ બ્લુ, ચેતન ખમણ હાઉસ, તળાવની પાળે સુંદરમ સ્નેકસ, ખંભાળિયા ગેઈટ પાસે ચામુંડા નાસ્તાભૂવન તેમજ નેશનલ સ્કૂલ પાસે ખુશ્બુ ચાઈનીઝમાં ચેકીંગ હાથ ધરી જરૂરી સૂચના આપી હતી.