જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચાની હોટલ અને પાન અને કોલ્ડ્રીંકસના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન દેવિકા પાનમાંથી બાલાજી ચેવડોના એક્સપાયરી ડેઇટ વાળા પેકેટનો નાશ કરવામાં આવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના હેઠળ ફૂડ શાખા દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક, ખોડિયાર કોલોની, ત્રણબત્તી વિસ્તારોમાં ચા-પાનની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં આવેલ દેવિકા પાનમાંથી બાલાજી ચેવડોના 45 ગ્રામના 11 પેકેટ એક્સપાયરી ડેઇટવાળા જણાતાં સ્થળ ઉપર તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં આવેલ પટેલ સોડા એન્ડ પાન, અમુલ પાર્લર (મારૂતિ માર્કેટિંગ), બ્રહ્માણી દેવિકા પાન, પ્રતિક કોલ્ડ્રીંકસ, સુરેશભાઇ ચાવાળા, ખોડિયાર કોલોનીમાં આવેલ કાના માલધારી હોટલ, ચામુંડા ટી. સેન્ટર, જાગૃતિ હોટલ, હોટલ ગુરુકૃપા, વાકોલ ટી સેન્ટર, સોનલકૃપા ટી સેન્ટર તથા ત્રણબતી વિસ્તારમાં ખોડિયાર હોટલમાં ચેકિંગ કરાયું હતું. જેમાં સાફ-સફાઇ અને સ્વચ્છતા જાળવવા ચાની પ્યાલી ડસ્ટબીનમાં નાખવા, એકસપાયરી ડેઇટ મેઇટેન કરવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી.