જામનગરમાં વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા રોજી બંદર નજીક ચેકિંગ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જામનગરમાં આવેલ રોજી બંદર નજીક આવતાં લોકોના નામ, નંબર અને વિગતો પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે. તેમજ કામવગર આ વિસ્તારમાં જતાં લોકોને અટકાવવામાં પણ આવી રહ્યાં છે. દરિયાઇ વિસ્તાર આજુબાજુ કામે જતાં લોકો અને વાહનોની નોંધ પણ કરવામાં આવી રહી છે.