અમદાવાદમાં તા. 26 જુલાઇ-2008ના રોજ થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં અદાલત દ્વારા દોષીઓને સજાની સુનાવણીને લઇ ગુજરાતમાં હાઇએલર્ટ છે. ત્યારે આજરોજ જામનગરમાં પણ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ બોમ્બ સ્ક્વોડની ટુકડી દ્વારા વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યમાં અમદાવાદમાં થયેલ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો ચુકાદો 14 વર્ષે જાહેર થયો છે. અદાલત દ્વારા આ બોમ્બ બ્લાસ્ટના દોષિતોની સજાની સુનાવણી થઇ રહી છે. ત્યારે સુનાવણીને ધ્યાને લઇ ગુજરાતમાં એલર્ટ થયું છે. જામનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જામનગર પોલીસ તથા બોમ્બ સ્ક્વોડ દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશન, એસ.ટી. ડેપો સહિતના જાહેર સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું.