જામનગરમાં આજે શિતળા સાતમથી જન્માષ્ટમીના તહેવારોનો પ્રારંભ થઇ ચુકયો છે. ત્યારે જન્માષ્ટમીના તહેવારોને લઇ જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા હરકતમાં આવી હતી. શહેરમાં ગોકુલનગરથી જનતા ફાટક સુધી આઠ દુકાનોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 30 કિલો જેટલું બળેલું તેલ તથા 20 કિલો જેટલી મીઠાઇનો નાશ કરવામાં આવ્યો હતો.