Friday, November 22, 2024
Homeરાજ્યજામનગરઆધાર કાર્ડ અપડેટ કરવાના બહાને ખેડૂતો સાથે છેતરપિંડી

આધાર કાર્ડ અપડેટ કરવાના બહાને ખેડૂતો સાથે છેતરપિંડી

- Advertisement -

ખેડૂતો પાસેથી સરકારની પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ યોજના માટે આધાર કાર્ડ અપડેટ કરવાનું હોવાનું કહી લાલપુર તાલુકાના ખટીયા ગામે ખાતેદાર ખેડૂતો પાસેથી એક શખ્સ દ્વારા બે ખેડૂતોના ખાતામાંથી રૂપિયા 3000 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ખટિયા ગામના જમનભાઈ રાઘવજીભાઇ તાળા નામના વૃદ્ધ ખેડૂત એ ધર્મેશગીરી સુરેશગીરી બાવાજી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 27/04/2022 ના રોજ આરોપી ધર્મેશગીરી લેપટોપ તથા ફિંગરનું મશીન સાથે ખટિયા ગામની સરકારી શાળાએ આવી લોકોને એકઠા કર્યા હતા અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત ખાતેદારના ખાતામાં વર્ષમાં કુલ 3 વખત બે-બે હજારના હપ્તા જમા થવાની યોજના ચાલુ હોય હવે પછીનો હપ્તો જમા થવા માટે આધારકાર્ડ અપડેટ કરાવવું પડે તેમ કહી આધારકાર્ડ અપડેટ કરાવવાના બહાને ફરિયાદી પાસેથી આધારકાર્ડ અને મોબાઈલ નંબર મેળવી ફરિયાદીના સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ખાતા માંથી રૂ 500 તથા ફરિયાદીના મિત્ર વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ સંઘાણીના ખાતામાંથી રૂ.2500 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. ફરિયાદને આધારે પીએસઆઈ ડી એસ વાઢેર તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular