આવતીકાલથી ChatGPT GO ની સેવાઓ મફતમાં ઉપલબ્ધ થશે. બધા ભારતીય વપરાશકર્તાઓને આ એકસેસ ફ્રીમાં મળશે. ChatGPT ના સીઈઓ નિક ટર્લીએ જાહેરાત કરી કે રૂા.399નો પ્લાન ભારતીય માટે મફતમાં ઉપલબ્ધ થશે. ચાલો તેની સુવિધાઓ વિશે જાણીએ. ભારતમાં એઆઈનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને કંપનીઓ હવે આ વૃધ્ધિને વધુ વેગ આપવાનો પ્રયાસ કરી રહી છે.
ChatGPT નિર્માતા OPEN AI એ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આવતીકાલથી દરેકને રૂા.399 ના પ્લાનની મફત એકસેસ મળશે. આખા વર્ષ સુધી દરેક ભારતીયને આ સેવા ફ્રીમાં મળશે. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં ChatGPT GO પ્લાન લોન્ચ કર્યો હતો અને ઓગસ્ટમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
સુવિધાઓ
ChatGPT GO પ્લાનમાં સૌથી અદ્યતન એઆઈ મોડેલ, જીપીટી 5 સપોર્ટ, ઉચ્ચ સંદેશ મર્યાદા અને દરરોજ વધુ ફોટોસ જનરેટ કરવાની ક્ષમતા સામેલ છે.
ChatGPT GO પ્લાન હેઠળ વપરાશકર્તાઓને એડવાન્સ મોડેલની સરળ એકસેસ મળશે. જેના પરિણામે વધુ સારા અનુવાદ પરિણામો મળશે અને તેનો ઉપયોગ ટેકનોલોજી અથવા સંશોધન માટે થઈ શકશે.
આ પ્લાનમાં વપરાશકર્તાઓને મફત સંસ્કરણ કરતા લગભગ 10 ગણા વધુ મેસેજની એકસેસ મળે છે. તેઓ વધુ મેસેજ મોકલી શકે છે અને વધુ ફોટોસ અપલોડ કરી શકે છે.
ઓપન એઆઈના વાઈસ પ્રેસિડેન્ટ અને ચેટ જીપીટીના વડા નિક ટર્લીએ ઈવેન્ટ દરમિયાન આ ફ્રી સેવાની જાહેરાત કરી હતી. બધા જ ભારતીય વપરાશકર્તાઓને અદ્યતન સુવિધાઓની એકસેસ હશે. વપરાશકર્તાઓને તેમને એકસેસ કરવા માટે ચેટ જીપીટીમાં લોગ ઈન કરવાની જરૂર પડશે.


