કુખ્યાત, દ્વેષી અને નિર્દય ચાર્લ્સ શોભરાજ, જેઓ મોટા ગુનેગારોને તેની રીતે ગુનાઓ કરીને આશ્ર્ચર્યચકિત કરી દેતા હતા અને જેલ સત્તાવાળાઓને ચકમો આપીને ઘણી વખત ભાગી ગયા હતા, તેને શુક્રવારે (23 ડિસેમ્બર) નેપાળ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ શોભરાજે કહ્યું કે તેણે કંઈ કર્યું નથી. જેલમાંથી છૂટ્યા બાદ ચાલ્ર્સ શોભરાજે કહ્યું કે, હું ખૂબ સારું અનુભવી રહ્યો છું. મારે ઘણું કરવાનું છે. મારે ઘણા લોકો અને નેપાળ સરકાર સામે પણ કેસ કરવો પડશે. ચાલ્ર્સે દાવો કર્યો હતો કે તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો. કશું કર્યા વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યો. તેમજ શોભરાજે કહ્યું કે તે નિર્દોષ છે તેથી તેને સારું કે ખરાબ લાગતું નથી. જ્યારે મીડિયાએ પૂછ્યું કે શું તમને સીરિયલ કિલર કહેવામાં વાંધો છે, તો શોભરાજે હાકારમાં જવાબ આપ્યો. ચાર્લ્સ શોભરાજને નેપાળની જેલમાંથી છૂટ્યાના કલાકો બાદ શુક્રવારે (23 ડિસેમ્બર) ફ્રાન્સ મોકલવામાં આવ્યો હતો. તેણે 1970ના દાયકામાં સમગ્ર એશિયામાં થયેલી હત્યાઓ માટે અહીં જેલમાં તેની મોટાભાગની સજા ભોગવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશના બે દિવસ બાદ શોભરાજ (78)ને કાઠમંડુની સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે નેપાળની સુપ્રીમ કોર્ટે શોભરાજને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો અને તેને તેના વતન પરત મોકલી દીધો હતો. ચાલ્ર્સ શોભરાજે 1970 અને 1980ના દાયકામાં એશિયામાં લગભગ 20 પશ્ર્ચિમી પ્રવાસીઓની હત્યા કરી હોવાની શંકા છે. 1975માં નેપાળમાં અમેરિકન મહિલા કોની જો બ્રોન્જિકની હત્યાના કેસમાં શોભરાજ 2003થી કાઠમંડુની જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. તેને 2014 માં કેનેડિયન પ્રવાસી લોરેન્ટ કેરિયરની હત્યા માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને બીજી આજીવન સજા આપવામાં આવી હતી. નેપાળમાં આજીવન કેદનો અર્થ થાય છે 20 વર્ષની જેલ.