સરકારી નાની બચત યોજનાની કેટેગરીમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાએ પ્રખ્યાત બચત યોજના છે. જો તમારા ઘરમાં 10 વર્ષથી નાની ઉંમરની દીકરીહોય તો તેના નામનું એકાઉન્ટ તમે ખોલાવી શકો છો. કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાથી જોડાયેલા 5 બદલાવો કર્યા છે. બદલાવ બાદ આ સ્કીમમાં રોકાણ કરવાનું સરળ બની ગયું છે. જે માતા-પિતાના ઘરમાં 10 વર્ષથી ઓછી ઉંમરની દીકરી છે તેમના માટે આ એક સારી તક છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવવાની જોગવાઈ છે. જો ન્યૂનતમ રકમ જમા ન કરવામાં આવે તો અગાઉ એકાઉન્ટ ડિફોલ્ટ થઈ જતું હતું. પરંતુ હવે મેચ્યોરિટી સુધી જમા રાશિ પર વ્યાજ આપવામાં આવશે.
અગાઉ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એવો પણ નિયમ હતો કે જો દીકરી 10 વર્ષની થઈ જાય તો તે પોતાનું એકાઉન્ટ પણ ઓપરેટ કરી શકે છે. પરંતુ નવા નિયમ અનુસાર જે દીકરી 18 વર્ષની થાય ત્યાર બાદ જ પોતાનું એકાઉન્ટ ઓપરેટ કરી શકશે.જે દીકરીઓ જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે, તેમના માતા-પિતાને તેમના એકાઉન્ટ ઓપરેટ કરવાનો અધિકાર રહેશે.
અગાઉ આ સ્કીમમાં બે દીકરીઓના ખાતા પર ટેક્સમાં છૂટની જોગવાઈ હતી.પરંતુ હવે ત્રીજી દીકરીના જન્મ અને તેના એકાઉન્ટ પર ઇન્કમ ટેક્સની કલમ 80 C હેઠળ છૂટ મળશે. અને જો જુડવા બહેનો જન્મે છે તો પણ અકાઉન્ટ ખોલાવી શકાશે.
સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું દીકરીના મૃત્યુ અથવા તેનું સરનામું બદલવા પર અગાઉ બંધ થઇ શકતું હતું. હવે જો ખાતાધારકને જીવલેણ બીમારી થાય છે તો પણ ખાતું બંધ કરાવી શકાય છે. હાલ જો ગાર્ડિયનનું નિધન થાય તો પણ ખાતું મેચ્યુરિટી પહેલા બંધ કરાવી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ,અરજદારો કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં તેમની પુત્રીના નામે ખાતું ખોલાવી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ તમે તમારી પુત્રીના નામે ઓછામાં ઓછી 250 રૂપિયાની રકમ સાથે ખાતું ખોલાવી શકો છો. જ્યારે આ સ્કીમમાં વાર્ષિક વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.