દક્ષિણ પશ્ચિમ રેલવેના બેંગલુરુ ડિવિજનમાં આવેલ માલુગુર યાર્ડમાં નોન – ઇન્ટરલોકીંગ કામના કારણે રાજકોટ ડિવિઝનની ચાર ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના ડી.સી.એમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર ચાર ટ્રેનો ના રૂટ માં ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં ટ્રેન નંબર 19568 ઓખા – તુતીકોરિન વિવેક એક્સપ્રેસ 25 ફેબ્રુઆરી અને તા. 4 માર્ચના રોજ ગુંટકલ- કુડપ્પા-રેનિગુંટા-મેલપકકમ-જોલારપેટ્ટાઈ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અનંતપુર , ધર્માવરમ , હિન્દુપુર અને યેલકાનો સમાવેશ થાય છે. ટ્રેન નંબર 19567 તુતીકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસ 27 ફેબ્રુઆરી , તા.6 માર્ચ અને 13 માર્ચના રોજ જોલારપેટ્ટાઈ-મેલપકકમ – રેનિગુંટા-કુડપ્પા-ગુંટકલ થઈને ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં બંગારપેટ, કૃષ્ણરાજપુરમ, યેલહંકા, હિન્દુપુર અને ધર્માવરમનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 27 ફેબ્રુઆરીના રોજ ગુંટકલ કુડપ્પા-રેનિગુંટા-મેલાપક્કમ-જોલારપેટ્ટાઈ થઈને ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં ગુત્તી-અનંતપુર, ધર્માવરમ, હિપુર, યેલહંકા, કૃષ્ણરાજપુરમ અને બંગારપેટનો સમાવેશ થાય છે. ટ્રેન નંબર 16614 કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ 4 માર્ચના રોજ જોલારપેટ્ટાઈ મેલપક્કમ-રેનિગુંટા-ગુંટકલ થઈને ડાયવર્ટ કરેલા રૂટ દ્વારા દોડશે. જે ટ્રેન બંગારપેટ, કૃષ્ણરાજપુરમ, હિન્દુપુર, ધર્માવરમ, અનંતપુર અને ગુત્તી સ્ટેશનો પર નહીં જાય.