Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારદેવભૂમિ દ્વારકા મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવના દર્શન

દેવભૂમિ દ્વારકા મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવના દર્શન

- Advertisement -

પવિત્ર શ્રાવણ માસ એ વ્રત અને તહેવારોનો મહિનો છે. સમગ્ર માસ દરમિયાન તહેવારો આવતા મંદિરોમાં અનેક ઉત્સવો ઉજવાય છે. ત્યરે આ માસમાં આવતા શ્રીકૃષ્ણ જન્મોત્સવની દ્વારકા ખાતે દ્વારકાધીશ મંદિરમાં ઉજવણી કરવામાં આવે છે. આ જન્મોત્સવ દરમિયાન મંદિરમાં દર્શનના સમયમાં ફેરફારો થાય છે.

- Advertisement -

જન્માષ્ટમી ઉત્સવ-2023ની ઉજવણી અંતર્ગત તા. 7-9-2023ના શ્રીજીના દર્શનના સમયનો સવારો ક્રમમાં શ્રીજીની મંગલા આરતી દર્શન 6 કલાકે, મંગલા દર્શન 6 થી 8 કલાક, શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન દર્શન 8 થી 9, 9થી 9:30 દર્શન બંધ રહેશે. જ્યારે 9:30થી 10 દર્શન, 10 થી 10:15 સુધી શ્રીજીને સ્નાન ભોગ દર્શન બંધ રહેશે. જ્યારે 10:15થી 10:30 દર્શન થશે. શ્રીજીને શ્રૃંગાર ભોગ દર્શન 10:30થી 10:45 બંધ રહેશે. શ્રીજીને શ્રૃંગાર આરતી 11 કલાકે, શ્રીજીને ગલાલભોગ દર્શન 11:15થી 11:35 બંધ રહેશે. 11:25 થી 12 દર્શન, શ્રીજીને રાજભોગના દર્શન 12થી 12:30 બંધ રહેશે અને 12:30થી 1 દર્શન, જ્યારે 1થી 5 કલાક સુધી બપોરે અનોસર બંધ રહેશે.
જ્યારે શ્રીજીના દર્શનના સમયનો સાંજનો ક્રમ ઉત્થાપન દર્શન 5 કલાકેથી 5:30 સુધી જ્યારે 5:30થી 5:45 ઉત્થાપન ભોગન દર્શન બંધ, 5:45થી 7:30 દર્શન, 7:30થી 7:45 સંધ્યા ભોગ દર્શન બંધ, 7:45થી 8:10 શયન ભોગ બંધ, 8:30 કલાકે શયન આરતી દર્શન અને 9 કલાકે શયન અનોસર દર્શન 12 કલાક સુધી બંધ રહેશે.

શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે 12 કલાકે જન્મોત્સવ આરતી દર્શન, શ્રીજી શયન 2:30 કલાકે દર્શન બંધ થશે.
તા. 8-9-23ના શ્રીજીના દર્શન સવારે પારણા ઉત્સવ દર્શન 7 કલાકે, અનોસર દર્શન બંધ 10:30 કલાકથી સાંજના 5 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. સાંજના સમયના ક્રમમાં ઉત્થાન દર્શન 5 કલાકે, નિત્યક્રમ મુજબ દર્શન 5 થી 6 કલાકે, બંધ પડદે અભિષેક પૂજા 6થી 7 દર્શન બંધ રહેશે. જ્યારે 7 થી 7:45 શ્રીજીના દર્શન, 7:45થી સંધ્યા આરતી દર્શન, 8:10 કલાશે શયન ભોગ, 8:30 કલાકે શયન આરતી દર્શન, 9:30 કલાકે શયન દર્શન બંધ રહેશે. જેથી ભક્તોએ આ દર્શનના ક્રમ મુજબ દર્શનનો લાભ લેવા માટે દ્વારકાધિશ મંદિર અને પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular