સુંદર અને ચમકીલી ત્વચા શેના પર આધારિત છે ? આપણા ખોરાક પર ઘણાં ખાદ્ય પદાર્થો એવા છે જે આપણી ઉમર વધવાની પ્રક્રિયાને ધીમી કરી દે છે. અને આપણે લાંબા સમય સુધી યુવાન દેખાઇ શકીએ છીએ જો તમે લાંબા સમય સુધી યુવાન દેખાવા માગો છો તો તમારે તમારી ભોજનની રીતભાતોમાં ફર કલાવવો પડશે. તેને વધારે હેલ્ધી બનાવવું પડશે. એન્ટી ઓકસીડેન્ટ હેલ્દી અને જરૂરી પોષકતત્વોથી ભરપૂર ખાદ્ય પદાર્થો તમારી ડાયેટમાં ઉમેરવા પડશે આપણી સ્કીન જો અંદરથી જ હેલ્દી ને ચમકીલી હોય તો આપણે કોઇ લોશન, ક્રીમ કે સીરમની જરૂર નથી પડતી તેથી સ્કીનને અંદરથી હેલ્દી રાખવા માટે અમુક ફેરફારો જરૂરી છે.
શિમલા મરચુ (કેપ્સિકમ)
લાલ શિમલા મરચુ એન્ટી ઓકસીડેન્ટથી ભરપુર છે. જેનાથી ઉમર વધવાની પ્રક્રિયા ધીમી પડે છે. અને તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી પણ મળે છે. જેમાં કેરોટીનોયડ નામનું એન્ટી ઓકસીડેન્ટ છે જે સ્કીન માટે ખૂબ સારું સાબિત થયું છે.
પાલક
પાલક સુપર હાઈડે્રટીંગ અને એન્ટી ઓકસીડેન્ટ થી ભરપુર આહાર છે. જેને સુપરફ્રુટ માનવામાં આવે છે. જેનાથી સ્વાસ્થ્યને ઘણાં લાભ થાય છે. જેમાં તણાવ, આંખોની તંદુરસ્તી, કેન્સર વગેરેમાં ખૂબ ફાયદાકારક છે. જે આપણી ચામડીને તંદુરસ્ત રાખે છે અને ચમક આપે છે.
શકકરીયા
શકકરીયાનો રંગ બીટા – કેરોટીન નામના એન્ટીઓકસીડેન્ટ થી આવે છે. જે વિટામિન એ માં પરિવર્તન થાય છે. જે ચામડીની ઇલાસ્ટિસિટીને જાળવી રાખે છે. અને માસપેસીઓને સ્વસ્થ રાખે છે. જે એક સ્ટાર્ચયુકત શાકભાજી છે. જેમાં વિટામિન સી અને ઈ નો સ્ત્રોત છે. જે આપણી ત્વચા ની રક્ષા કરે છે.
આમ, શરીરને કુદરતી ચમક આપવા તેમજ લાંબા સમય સુધી યુવાન દેખાવા માટે આ શાકભાજીને તમારા રોજીંદા ડાયેટમાં સમાવિષ્ટ કરી શકાય છે.