Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારપુરૂષોત્તમ માસ ઉત્સવો દરમિયાન દ્વારકાધિશ મંદિરના દર્શન સમયમાં ફેરફાર

પુરૂષોત્તમ માસ ઉત્સવો દરમિયાન દ્વારકાધિશ મંદિરના દર્શન સમયમાં ફેરફાર

તા. 20થી 16 ઓગસ્ટ સુધી મંગળા આરતી સવારે 6 વાગ્યે યોજાશે

- Advertisement -

દ્વારકાધીશના જગતમંદિરમાં પવિત્ર પુરૂષોત્તમ માસમાં વર્ષ દરમ્યાન ઠાકોરજીના ઉજવવામાં આવતાં મુખ્ય તહેવારોની અધિક માસ દરમ્યાન ઊજવણી કરવામાં આવનાર હોય, શ્રીજીના દર્શન સમયમાં કેટલીક ફેરફાર નોંધાયો છે.

- Advertisement -

અધિક માસ દરમ્યાન તા. 20થી તા. 16 ઓગસ્ટ સુધી મંગલા આરતી સવારે 6 વાગ્યે યોજાનાર હોવાનું પણ મંદિર વહીવટદારની યાદીમાં જણાવાયું છે. તા. 20ના રોજ અક્ષય તૃતિયાનો ઉત્સવ દરમિયાન શ્રીજીના દર્શનનો સવારનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. સવારે 10 થી 12 વાગ્યા સુધી મંદિરમાં દર્શન બંધ રહેશે. બપોરે 12 થી 1:30 સુધી ઉત્સવ દર્શન કરી શકાશે. તા. 23ના રોજ વસંત પંચમીનો ઉત્સવ ઉજવાશે. જેમા સવારનો ક્રમ નિત્યક્રમ મુજબ તથા બપોરે 1 થી 2 સુધી ઉત્સવ દર્શનનો લાભ ભક્તો લઈ શકશે. બપોરે 2 થી 5 સુધી મંદિર અનોસર એટલે કે બંધ રહેશે. સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. તા. 27ના રોજ રામ નવમી ઉજવવામાં આવશે. જેમા સવારનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. સવારે 10:30થી 12 મંદિરમાં દર્શન બંધ રહેશે. બપોરે 12થી 1:30 સુધી ઉત્સવ દર્શન કરી શકાશે અને ત્યારબાદ બપોરે 1:30થી 5 વાગ્યા સુધી અનોસર રહેશે. સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.

તા. 1 ઓગસ્ટના દિવસે દેવ દિવાળી ઉત્સવ દરમિયાન સવાર તથા સાંજનો સમય નિત્યક્રમ મુજબ રહેશે તથા સાંજના સમયે દેવદિવાળી ઉજવવામાં આવશે. તા. 8ના રોજ અધીકમાસની જન્માષ્ટમી ઉજવવામાં આવશે. સવારના 8થી 8:30 દરમિયાન ખુલ્લા પડદે અભિષેક દર્શનનો લાભ ભક્તો લઈ શકશે. શૃંગાર આરતી દર્શન સવારે 11 વાગ્યે થશે. બપોરે 1 થી 5 સુધી મંદિર અનોસર રહેશે. સાંજે 5 વાગ્યે ઉત્થાપન થશે અને રાત્રે 9 વાગ્યે શયન બાદ રાત્રીના 9 થી 12 સુધી મંદિર બંધ રહેશે. અધિક જન્માષ્ટમી ઉત્સવ રાત્રે 12 થી 1 સુધી ઉજવવામાં આવશે અને રાત્રીના 1 વાગ્યે મંદિર બંધ થશે. તા. 9 ઓગસ્ટના રોજ પારણા નોમ આરતી સવારે 7 વાગ્યે કરવામાં આવશે. બપોરે 1 થી 5 સુધી અનોસર (બંધ) બાદ સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular