Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરVideo : ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન જામનગરના પ્રવાસે

Video : ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન જામનગરના પ્રવાસે

નરેશ પટેલે કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન પ્રસંગે સાક્ષી બનવા સમાજને કર્યુ આહવાન

- Advertisement -

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે નરેશભાઈ પટેલ હાલ ગુજરાતભરનો પ્રવાસ કરી રહ્યા છે. નરેશભાઈ પટેલે શુક્રવારે પ્રવાસના છઠ્ઠા દિવસે જામનગર શહેર જિલ્લાનો પ્રવાસ કર્યો હતો. જામનગર ખાતે નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ નરેશભાઈ પટેલનું અદકેરું સ્વાગત-સન્માન કર્યું હતું. નરેશભાઈ પટેલે હાજર સૌ કોઈને ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની આછી રૂપરેખા આપી સૌને હોસ્પિટલના ભૂમિદાન અભિયાનમાં વધુને વધુ સહભાગી બનવા અપીલ કરી હતી. જેને ઉપસ્થિત સૌ લોકોએ ઉમળકાભેર વધાવી લીધી હતી.

- Advertisement -

આ તકે કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી, ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા, ડો. વિનુભાઇ ભંડેરી, મનસખુભાઇ રાબડીયા, કોર્પોરેટર અરવિંદભાઇ સભાયા, ગોપાલભાઇ સોરઠીયા, સરોજબેન વિરાણી, ભારતીબેન ભંડેરી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

ખોડલધામ ટ્રસ્ટના ઘણા બધા પ્રકલ્પની ભાગરૂપે આજે એ પ્રકલ્પ આરોગ્યધામ જે બનાવવાનો છે. એ 21-1-2024 ના રોજ ભૂમિ પૂજન પ્રસંગે જામનગરના લેઉવા પટેલ સમાજના ભાઈઓ બહેનોને આ પ્રસંગે હાજર રહેવા નિમંત્રણ પાઠવવા માટે ખોડલધામ થી આખી ટીમ આવેલી છે. આ ભૂમિ પૂજન પ્રસંગે 21-1-2024 ના રોજ કાર્યક્રમ છે. તે 7 દીકરીઓ રાજકોટ નજીક અમરેલી ગામ આવ્યું છે જ્યાં ભૂમિ પૂજન કરશે. પણ મુખ્ય કાર્યક્રમ ખોડલધામ મંદિર પરિસરમાં થવાનો છે અને ત્યાંથી વર્ચ્યુઅલ આખા સમાજને લાઈવ દેખાડવામાં આવશે.

આ હોસ્પિટલ માટે 48 એકરની જગ્યા છે. પણ પહેલા ફ્રેઝની અંદર લગભગ 12 એકરમાં આકાર લેશે. તમામ પ્રકારનું નિદાન અને તમામ પ્રકારની સારવાર ત્યાંજ મળશે અને લગભગ અંદાજિત ખર્ચ 250 કરોડનો થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

- Advertisement -

જ્યારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ફરીથી કહું છું કે હોસ્પિટલ દરેક સર્વ સમાજ બનવા માટે જઈ રહી છે સર્વ સમાજ માટે અને એમાં કોઈ બાકાત નહીં રહે અને કોઈ ભાવમાં ફેરફાર નહીં રહે એવી એક હોસ્પિટલ ખોડલધામ બનાવવા જઈ રહ્યું છે.

સૌરાષ્ટ્રની અંદર એક પણ હોસ્પિટલ એવી નથી જ્યાં કેન્સરના તમામ પ્રકારના નિદાન અને તમામ પ્રકારની સારવાર થઈ શકશે. હાલ લોકોને કેન્સરની સારવાર માટે બહાર જવું પડે છે અમદાવાદ જવું પડે છે. વડોદરા મુંબઈ દિલ્હી સુધી પણ જવું પડે છે અને આ તમામ પ્રકારના જેટલા પણ નિદાન અને સારવાર હશે તે તમામ પ્રકારની ટેકનોલોજી આ હોસ્પિટલમાં લેવામાં આવશે.

જામનગરમાં નરેશભાઈ પટેલના આગમનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર ખોડલધામ ટ્રસ્ટ કાગવડની ટીમે જામનગર લેઉવા પટેલ સમાજના જ્ઞાતિજનોને ખોડલધામ ટ્રસ્ટની સર્વ સમાજ માટે બની રહેલ કેન્સર હોસ્પિટલના ભૂમિ પૂજન પ્રસંગે સાક્ષી બનવા પધારવા આહવાન કરાયું છે. આ તકે કોર્પોરેટર અરવિંદભાઈ સભાયા તેમજ શહેર અને જિલ્લાના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular