દેવભૂમિ દ્વારકામાં વિવિધ વિકાસ કાર્યો રાષ્ટ્રને સમર્પિત કરવા માટે રવિવારે ખાસ આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે રિલાયન્સના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણીએ દ્વારકાધીશ મંદિર પરિસરમાં ટૂંકી મુલાકાત કરી હતી. જગત મંદિરમાં ધનરાજભાઈ નથવાણીએ વડાપ્રધાન મોદીને મંદિરના સ્વર્ગ દ્વાર પાસે આવકારીને જરૂરી સુવિધાઓ તેમજ મંદિરના ર્જીણોદ્ધાર સહિતની બાબતે ટૂંકો વાર્તાલાપ કર્યો હતો.